વાંકાનેર : ચોટીલા - વાંકાનેર હાઇવે ઉપર જોધપર નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે જીજે - 36 - એફ - 1860 નંબરની ઇકો કારના ચાલક અયુબભાઇ સલીમભાઈ ખલીફા રહે.રતનપર, સુરેન્દ્રનગર વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 મળી આવતા રૂપિયા 1.50 લાખની ઇકો કાર કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.