મોરબી : ગીર ફાઉન્ડેશન - ગાંધીનગર, આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર - મોરબી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી - મોરબીના સંયુક્ત ઉપક્રમે ઇકો ક્લબ ટીચર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અશોકભાઈ પાંભર આસિસ્ટન્ટ પ્રોગ્રામ કોઓર્ડીનેટર ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા ઇકો ક્લબની યોજના કે માહિતી તથા ટેકનિકલ માહિતી આપી હતી. રોબિનભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પર્યાવરણ પ્રયોગશાળા વિશે ઊંડાણપૂર્વકની સમજ આપી હતી. આ ઉપરાંત ભુપતભાઈ છૈયા, શિક્ષક કે. કે. શાહ વિદ્યાલય વાંકાનેર દ્વારા ઇકો ક્લબની શાળામાં થઈ શકે તેવી વિવિધ પ્રવૃત્તિઓ વિશે સમજ આપી હતી. દિપેનભાઈ ભટ્ટ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે સમજણ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનોમાં દિનેશભાઈ ગરચર નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મોરબી, પ્રવીણભાઈ આંબલીયા શિક્ષણ નિરીક્ષક, ભદ્રસિંહ વાઘેલા આચાર્ય વી.સી. હાઈસ્કૂલ મોરબી, પ્રવીણભાઈ ભોરણીયા એસ.એસ.એ મોરબી તથા મોરબી સી.આર.સી સ્ટાફ હાજર રહ્યા હતો.