વાંકાનેર સિટી પોલીસે ગણતરીના દિવસોમાં દિગ્વિજયનગર વિસ્તારમાંથી ચોરાયેલી કાર શોધી કાઢી, 1 આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ ખૂલ્યોવાંકાનેર (મોરબી અપડેટ) : વાંકાનેરના દિગ્વિજયનગર (પેડક) સોસાયટી વિસ્તારમાંથી ગત 26/07/2026 ના રોજ 1 મારુતિ સુઝુકી ઇકો કારની ચોરી થઈ હતી. આ મામલે મનસુખભાઈ પોપટભાઈ બોચીયા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ગુનાનો ભેદ ઉકેલવામાં વાંકાનેર સિટી પોલીસને મોટી સફળતા મળી છે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચીરાગ કોરડીયા અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સૂચના તથા વિભાગીય પોલીસ અધિક્ષક વાંકાનેર ડિવિઝન એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પોલીસ ઇન્સ્પેક્ટર આર. સોલંકી અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સની મદદથી તપાસ કરતા ધુવા બ્રિજ પાસેથી 2 શંકાસ્પદ ઈસમોને ઝડપી લીધા હતા. તેમની સઘન પૂછપરછ દરમિયાન તેમણે જશદણ સીરામીકની બાજુની શેરીમાં પાર્ક કરેલી 2018 ના મોડલની સફેદ કલરની ઇકો કાર (રજીસ્ટ્રેશન નંબર GJ 36 L 1975) ચોરી કર્યાની કબૂલાત આપી હતી.પોલીસે આ ગુનામાં વાંકાનેરના જ રહેવાસી રાકેશ ઉર્ફે રોકી મગનભાઈ વાઢેર (ઉંમર 32) અને જાવેદભાઈ ગફારભાઈ તરીયાને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 3,00,000 ની કિંમતની 1 ઇકો કાર અને 12,000 ની કિંમતના 2 મોબાઈલ ફોન મળી કુલ 3,12,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ પૈકી રાકેશ ઉર્ફે રોકી અગાઉ અમદાવાદ એલિસબ્રીજ અને રાજકોટ સિટી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરી અને મારામારી સહિતના 3 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. સોલંકી, એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ રાણીંગભાઈ ખવડ, દર્શિતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા અને જગદીશભાઈ રંગપરા જોડાયેલા હતા.#Wankaner #Morbi #MorbiUpdate #WankanerCityPolice #CarTheft #CrimeBranch #GujaratPolice #Arrest #SolvedCase