ચોમાસુ હવે જામવા લાગ્યું છે. સામાન્ય રીતે, અન્ય ઋતુઓ કરતા ચોમાસામાં બીમાર પાડવાનો ભય વધુ રહે છે. કારણ કે વર્ષાઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. પાણી ઝડપથી દૂષિત થઇ જાય છે. રોગચાળો ફેલાવાની શક્યતા વધી જાય છે. તો ચોમાસામાં વરસાદની મજા માણવાની સાથેસાથે રોગોથી બચવું પણ જરૂરી છે. ત્યારે ચોમાસુ ફળો શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી બને છે. જાંબુ જાંબુમાં વિટામીન સી હોવાથી તેને ખાવાથી શરીરમાં વિટામીન સીની કમી રહેશે નહીં. જાંબુમાં રહેલું ગ્લૂકોઝ અને પ્રક્ટોઝના રૂપમાં મળી આવતી શુગર શરીરને હાઇડ્રેટ કરે છે. જેથી, શુગર કંટ્રોલમાં રહે છે. સાંધાના દુ:ખાવામાં જાંબુનો લેપ કરવાથી લાભ મળે છે. નાશપતી નાશપતીમાં રહેલા પોષક તત્વો શરીરને ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ આપે છે. આ ફળ સોલ્યૂબલ અને નોનસોલ્યૂબલ બંને પ્રકારનાં ડાયેટરી ફાઈબર્સ ધરાવે છે. જો છાલ સાથે ખવાય તો નાસપતીનાં ફાઈબર્સનો ભરપૂર લાભ મળે છે. તે ફ્રૂક્ટોઝ, વિટામીન સી, પોટેશિયમ, ફોસ્ફરસ અને બીજાં ખનીજ તત્ત્વો આવેલાં છે. જે શરીરને પોષણ આપે છે. દાડમ દાડમ રહેલ એંટીઓક્સીડેંટ શરીરને શરદી, ફ્લૂ જેવા સંક્રમણોથી બચાવે છે. તે પાચન તંત્રને પણ સુધારે છે. તેમાં પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, વિટામીન સી, વિટામીન બી6 રહેલા છે. દાડમમાં રહેલું પ્યુનીકેલેજીન એન્ટીઓક્સિડન્ટ અસર કરે છે તે કોલેસ્ટેરોલ ઘટાડવા અસરકારક છે. તે ખાવાથી હાઈબ્લડપ્રેશરમાં ફાયદો થાય છે. લીચી લીચીમાં વિટામિન -સી, વિટામિન-બી ,પોટેશિયમ અને એંટીઓક્સિડેંટ સાથે ફાઈબર મળી આવે છે. તે શરીર માં એન્ટી બોડી અને ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે. તેમાં શરીરને શરદી-તાવ થી બચાવ માટેના ગુણ હોય છે. આલુ-બુખારા આલુ બુખારાને પ્લમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે શરીરમાં આયર્નની પૂર્તિ કરે છે. આમાં વિટામીન સી વધુ માત્રા માં હોય છે. જે હીમોગ્લોબિન લેવલને વધારી એનીમિયાથી બચાવે છે. આમાં નેચરલ ખાંડ સોર્બિટોલ અને પ્લાંટ ફાઈબર પણ મળી આવે છે. ખારેક ગુજરાતમાં ખલેલાં તરીકે ઓળખાતી ખારેક હૃદયરોગ અને બ્લડપ્રેશરમાં ફાયદાકારક છે. તેમાં રહેલા મેગ્નેશિયમ, કોપર, ઝીંક ખનીજો હાડકાંની મજબૂતી તેમજ લાલ રક્તકણો બનાવવા માટે જરૂરી છે. ખારેકમાં વિટામીન બી કોમ્પ્લેક્ષ, વિટમીન બી5 અને બી6 હોય છે. તેમાં બીટા કેરોટીન હોય છે. જે શરીરમાં જઈને વિટામીન ‘એ’માં રૂપાંતરિત થાય છે. સાથોસાથ તેમાં ફ્લેવેનોઈડ અને લ્યુટીન નામનાં એંટીઓક્સીડંટ હોવાથી શરીર માટે ખારેક ફાયદાકારક છે. ચેરી ચેરીમાં મેલાટોનિન એંટીઓક્સિડેંટના રૂપ માં હોય છે. જે સ્નાયુ તંત્રને ફ્રી-રેડિકલ્સ થવાના નુકસાનથી બચાવે છે. હાર્ટ ડિસિઝથી બચવા માટે પણ ચેરી ફાયદાકારક છે. તે બોડીના કેલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. પીચ વિટામીન-એ, વિટામિન-બી, વિટામિન-સી અને કેરેટીનથી ભરપૂર પીચ ઇમ્યુનિટી સિસ્ટમ માટે ફાયદાકારક છે. તે આંખો અને ત્વચા માટે લાભદાયી હોય છે. તેમાં ફાઈબરની માત્રા વધારે હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..