ચા સાથે હળવો નાસ્તો હોય તો ચા પીવાની મજા કંઇક અલગ જ આવે છે. એમાં પણ શિયાળામાં અને ચોમાસામાં ચા પીવાની મજા બહુ જઆવે છે. ચા સાથે ટોસ, ખારી, ચવાણું એ નાસ્તો કરતા જો કોઇ ચીપ્સ જેવી વસ્તુ આપે તો ખાવાની મજા પડી જાય છે. તો આજે અમે તમને જણાવીશું રાગીની ચિપ્સ. રાગીની ચિપ્સ ચા સાથે ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવી શકો છો રાગી ચિપ્સ. સામગ્રી:- એક વાટકી રાગીનો લોટ પા કપ ઘઉંનો લોટ લાલ મરચુ ચાટ મસાલો મીઠું પાણી તેલ માઇક્રોવેવ બેકિંગ ટ્રે બનાવવાની રીત:- રાગી ચિપ્સ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો અને એમાં રાગી અને ઘઉંનો લોટ લો. ત્યારબાદ આ લોટમાં મીઠું, લાલ મરચું, એક ચમચી તેલ નાંખો. હવે આ લોટને ધીરે-ધીરે પાણીથી બાંધો અને પછી એમાંથી નાના-નાના ગુલ્લા બનાવી લો. પછી આ ગુલ્લામાંથી નાની-નાની રોટલી બનાવી લો અને પછી ચપ્પુની મદદથી રોટલીને ચિપ્સના શેપમાં કટ કરી લો. આ બધી ચિપ્સ પર બ્રશની મદદથી થોડુ-થોડુ તેલ લગાવી દો. હવે માઇક્રોવેવને 10 મિનિટ માટે 180 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પ્રી હિટ કરી લો. બેકિંગ ટ્રેમાં હવે ચિપ્સ મુકી દો અને લગભગ 14 મિનિટ સુધી બેક કરી લો. પહેલા 7 મિનિટ એક સાઇડથી બેક કરી લો અને માઇક્રોવેવ ખોલો, ત્યારબાદ એને પલટાવીને બીજી સાઇડ 7 મિનિટ માટે બેક કરો. નક્કી કરેલી સમય અનુસાર માઇક્રોવેવને બંધ કરી દો. જો તમારા ઘરે માઇક્રોવેવ નથી તો તમે ગેસ પર પણ સરળતાથી બનાવી શકો છો. તો તૈયાર છે રાગી ચિપ્સ. હવે આ ચિપ્સને પ્લેટમાં રાખીને ઉપરથી ચાટ મસાલો નાંખો. આ રાગી ચિપ્સ હેલ્થને અનેક રીતે ફાયદો કરે છે. આ ચિપ્સ તમે બાળકોને ખવડાવો છો તો પૂરતા વિટામીન્સ મળી રહે છે.