મોરબી : સામાન્ય રીતે મોરબી સહિત રાજ્યભરમાં પોલીસ ટ્રાફિક અવેરનેશ માટે સમયાંતરે ફેન્સી નંબર પ્લેટ સાથેના વાહનો, ચાલુ વાહને ફોન ઉપર વાતો કરનાર વાહન ચાલકો અને હેલ્મેટ વગરના વાહન ચાલકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવતી હોય છે તેવામાં મોરબીમાં ફેન્સી નંબર પ્લેટ સાથેના બુલેટ ઉપર મોબાઈલ ઉપર વાતો કરતા કરતા જઈ રહેલા એક પોલીસમેનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા ખુબ જ વકરી છે તેવામાં સ્વાભાવિક પણે જ ટ્રાફિક નિયંત્રણ અને ટ્રાફિક નિયમન પોલીસ તંત્ર માટે મહત્વનું બની ગયું છે ત્યારે પોલીસ જ ટ્રાફિક નિયમોનો ભંગ કરે તો ? પ્રજા તો ટ્રાફિક નિયમોનો અમલ કરવામાં નથી સમજતી પણ પોલીસ પણ પ્રજાની જેમ વર્તતી હોય તેવો વિડીયો હાલ મોરબીના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક પોલીસમેન મણિમંદિર સંકુલ નજીકથી બેઠા પુલ તરફ જતી વેળાએ ફેન્સી નંબર પ્લેટ સાથેના બુલેટ ઉપર મોબાઈલ ઉપર વાતો કરતા જોવા મળતા કોઈ જાગૃત નાગરિકે આ વિડીયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.આ સંજોગોમાં લોકો કહી રહ્યા છે કે સામાન્ય લોકોને દંડ કરતી પોલીસ ને આવા દ્રશ્ય નહીં દેખાતા હોય ?