મોરબી : મોરબી પંથકમાં સાંજના અરસામાં 7:02 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે ભૂકંપ કચ્છ તરફ આવ્યો હોય તેની અસર મોરબી પંથકમાં જોવા મળી હતી. પંથકના અનેક વિસ્તારમા ધરા ધ્રુજી ઉઠી હતી. આંચકાની તીવ્રતા ખૂબ ઓછી હોય કોઈ નુકશાની થઇ ન હોવાનું જાણવા મળ્યું છે.