કાનની બુટ રીપેર કરવાથી લઈ જડબું ખોલવા સુધીની સારવાર : મોરબીમાં સૌ પ્રથમ ફિમેલ ઇએનટી સર્જન દ્વારા અતિઆધુનિક પદ્ધતિથી દર્દીઓને સારવાર મળશે મોરબી : મોરબીમાં અયોધ્યાપુરી રોડ ઉપર આવેલી મારૂતિ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હવેથી કાન, નાક અને ગળાની સારવાર પણ ઉપલબ્ધ બની છે. મોરબીમાં મહિલા ઇએનટી સર્જન ડો.તૃપ્તિ સાવરિયા હવેથી નિયમિતરૂપે ડો.યોગેશ પેથાપરાની હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ખડેપગે રહેશે જ્યાં કાનની બુટ રિપેર કરવાથી લઈ તમાકુના વ્યસનને કારણે ન ખૂલી શકતું મો તેમજ જડબાની જટિલ સારવાર થઈ શકશે અને આગામી તા.8થી13 ફેબ્રુઆરી દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર પરમેશ્વર પ્લાઝા ખાતે આવેલી હાડકાની સુપર સ્પેશિયાલિટી મારૂતિ હોસ્પિટલની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે ડો.યોગેશ પેથાપરાની હોસ્પિટલમાં હવે એશિયાની સૌથી મોટી બી.જે.મેડીકલ કોલેજ અમદાવાદ તેમજ ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટીટ્યુસ્ટના અનુભવી ડૉ. તૃપ્તિ સાવરીયા (M.S. ENT) Microsurgery and Endoscopic Head & Neck Surgeon ની સેવા ઉપલબ્ધ બની છે. જેને કારણે હવે મોરબીના લોકોને કાનની બુટમાં કાણું પાડવું તથા રીપેર કરવી મેલ, સોજો, રસી, લોહી આવવું કાનમાં તમરા બોલવા તથા બહેરાશની તપાસ અને મશીન મુકવાની સુવિધાની સાથે સાથે કાનની સફાઈ સહિતની સુવિધા મારૂતિ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મળશે એ જ રીતે એલર્જીની શરદી, છીંકો આવવી, પાણી આવવું, નાકનો ત્રાસો પડદો, શ્વાસ લેવામાં તકલીફ નસકોરા બોલવા, માથાનો દુખાવો. ગળાના કાકડા, ગળાનો દુખાવો. અવાજ બદલાઈ જવો, સુકી ખાંસી, ગરદન પરની ગાંઠ, સોજો, થાઇરોઇડ. જમવાનું ગળામાં ન ઉતરવું જેવી તકલીફોની સારવાર પણ મળશે આ ઉપરાંત મસાલા ખાવાથી મો ન ખુલવું, જડબુ ખોલવાની સારવાર, મોઢાના છાલા, કેન્સરની તપાસ ઉપરાંત ચકકર આવવાની બીમારી માટેની તપાસ અને કસરતો, આંખમાંથી પાણી આવવું (નાસુર) ની સારવાર કરવામાં આવશે. નોંધનીય છે કે કાન, નાક અને ગળાના જટિલ રોગોની સારવારમાં દુરબીનથી તપાસ કરવાનો ખર્ચ ખૂબ વધારે હોય છે પરંતુ મારૂતિ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દુરબીનથી ફ્રી તપાસ કરી આપવામાં આવશે અને મોરબીના લોકો માટે આગામી તા.8થી13 ફેબ્રુઆરી વિનામૂલ્યે નિદાન કેમ્પનું પણ હોસ્પિટલ દ્વારા આયોજન કરાયું છે. અહીં આવતા દર્દીઓને અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી ફરજીયાત છે, એપોઇન્ટમેન્ટ માટે મોબાઈલ નંબર 7698728805 ઉપર સંપર્ક કરી શકાશે અથવા દર્દીઓ મારૂતિ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, પરમેશ્વર પ્લાઝા, બીજા માળે, સાવસર પ્લોટ, જલારામ મંદિરની સામે, અયોધ્યાપુરી રોડ, મોરબીનો સંપર્ક સાધી શકશે.