બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી.ની વિઝિટ કરી શરતી મંજૂરી અંગે મજુરોની સંખ્યા, પગાર, સ્વાસ્થ્ય તથા પ્રાથમિક સુવિધાની ચકાસણી કરી ટંકારા : મોરબી જીલ્લાના નવનિયુક્ત ડિવાયએસપી રાધિકા ભારાઈએ ટંકારાની બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી. સહિતના એકમોની વિઝિટ કરી કરી હતી. જેમાં તેમણે આ કંપનીની શરતી મંજૂરીને પગલે મજુરો, પગાર, સ્વાસ્થ્ય અને પ્રાથમિક સુવિધા અંગે સઘન ચકાસણી કરી હતી. તેઓએ જીલ્લામા પોસ્ટીગ થયા બાદ તુરંત લોક ડાઉનને પગલે સઘન પેટ્રોલીંગ કર્યું હતું. મોરબી જિલ્લામા આવશયક ચીજવસ્તુઓની ઉત્પાદન કરતી ફેકટરીને શરતી મંજૂરી આપ્યા બાદ એ શરતોનું પાલન થાય છે કે કેમ તે અંગે વખતોવખત તપાસ કરવા ખાસ ટિમ પણ બનાવી છે. ત્યારે આજે ટંકારાના લખધીરગઢ રોડ ઉપર આવેલ બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી. કંપની ખાતે નવ નિયુક્ત મહીલા ડીવાયએસપી રાધિકા ભારાઈએ વિઝિટ કરી હતી. જેમા મજુરોની સંખ્યા, મશીનરીની કામગીરી, મજૂરો માટે રહેવા જમવા અને પ્રાથમિક સુવિધા સહિતની ઝીણવટભરી માહીતી મેળવી હતી. આ તકે ટંકારા મહીલા ફોજદાર એલ બી બગડા સહીતના પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. તેમજ આ ફેક્ટરી માલિક જગદીશ પનારાએ તેમની કંપીનીમાં સુવિધા અંગે અધિકારીને વાકેફ કર્યા હતા. જે શરતોના પાલન ને લઈને અધિકારીએ ફેક્ટરી માલિકની કામગીરી બિરદાવી હતી.