કેદીએ ઇન્સ્ટાગ્રામ લાઈવ ચાલુ કરી દારૂની મહેફિલ માણી હતી : વિડીયો વાયરલ થયા બાદ જેલ તંત્ર અને પોલીસ તંત્ર હરકતમાંhttps://youtube.com/shorts/5MfMwcqtKoU?feature=shareમોરબી : મોરબી સબ જેલમાં એક કેદીએ ઇન્સ્ટાગ્રામ લાઈવ ચાલુ કરી દારૂની મહેફિલ માણી હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સબ જેલમાં કાચા કામનો કેદી બાબુ દેવા કનારા જેલમાંથી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયો હતો. આ દરમિયાન તેના હાથમાં દારૂ જેવું દેખાતું પ્રવાહી પણ હતું. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. જેને પગલે જેલ તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઇ છે. બીજી તરફ ડીવાયએસપી, એલસીબી અને એસઓજીએ પણ તપાસમાં ઝુકાવ્યું છે. પોલીસ અધિકારીઓએ જેલ ખાતે દોડી જઈને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.