મોરબી : સત્કર્મ એજ કર્તવ્ય આ સૂત્રને સાર્થક કરતા કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળીના શુભ તહેવાર નિમિતે ધક્કાવાળી મંદિર, નવલખી રોડ,નવલખી બાયપાસ તથા દલવાડી સર્કલ અને કામધેનુ પાર્ટી પ્લોટ આસપાસની ઝુપડપટ્ટી વિસ્તારમા નાના મોટા બાળકો તથા ભાઈઓ અને બહેનોને કપડાઓનું વિતરણ કરીને દિવાળીની પ્રેરણાદાયક ઉજવણી કરી હતી. સાથે જ કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જ્યોતીબેન એસ. જીવરાજાનીનાં પુત્ર મીલનનાં મિત્ર ઉમંગ રામજીભાઈ કણઝારીયાના જન્મ દિવસ નિમિતે વેફરનું વિતરણ કરીને જન્મદિવસની પણ સાર્થક ઉજવણી કરી હતી.