વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા ડસ્ટિંગ અને ક્લોરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચંદ્રપુર ગામમાં તૌકતે વાવાઝોડાની અસર રૂપે બે દિવસથી વરસાદ પડતાં ઠેર-ઠેર ખાડાઓમાં પાણી ભરાઈ ગયું હતું. ત્યારે ગામમાં રોગચાળો ફાટી ના નીકળે એ હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા આજે ભાટિયા સોસાયટી સહિતના વિસ્તારોમાં ડસ્ટિંગ અને પાણીના ટાકામાં કલોરીનેશન કામગીરી કરવામાં આવી હતી.