ફુડ વિભાગે મીઠાઈ ફરસાણ સહિતની દુકાનોમાં તપાસ કરી 23 નમૂના લઈને પૃથકરણ માટે મોકલ્યામોરબી : મોરબીમાં નવરાત્રી અને દશેરા નિમિતે મીઠાઈ અને ફરસાણ આરોગવાનું મહત્વ હોય પણ અમુક મીઠાઈ અને ફરસાણમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદના આધારે આજે ફૂડ વિભાગે મીઠાઈ અને ફરસાણની દુકાનો ઉપર તવાઈ ઉતારી હતી. ફૂડ વિભાગ દ્વારા 19 સ્થળે દરોડા પાડી 14 દુકાનોમાંથી ઘી-ગોળ, ફરસાણ, સુકામેવા સહિતના નમૂના લઈને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છેખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા નવરાત્રી તહેવારને ધ્યાનમાં રાખી મોરબી જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી નમુના લેવાની કામગીરી કરવામા આવી હતી જેમા હેરીટેજ બ્રાંડ ગાયનું ઘી, પારસ બ્રાંડ દેશી ઘી, ગાયનું ઘી (લુઝ), ઘી (લુઝ), શ્રી વલ્લભ બ્રાંડ દેશી ઘી, ટોપરાપાક, ચોરાફળી, ગળ્યા સાટા, મકાઈ તેલ, રીયલ નમકીન નળીયાદી મિક્ષ ચવાણું, બીકાનેરી સેવ, કેસર પેંડા, વાય વાય મામા વેજ ભુજીયા, સીંગતેલના ૨ નમુના, કપાસીયા તેલના ૨ નમુના, જલેબીના ૨ નમુના, ફાફડાના ૨ નમુના, ગુડ લાઈફ મીક્ષ ડ્રાઈફુટ, શ્રી મહાપ્રભુજી ગોળ આમ કુલ 23 નમુનાઓ તપાસની અર્થે લેવામાં આવ્યા હતા. તહેવાર ઉપર જ ફૂડ વિભાગની તવાઈથી વેપારીઓમાં દેકારો બોલી ગયો હતો.