ગ્રામજનોએ ધનતેરસે નાટકના કાર્યક્રમમાં સમૂહમાં રાષ્ટ્રીયગીતનું ગાન કર્યું મોરબી : મોરબી જિલ્લામાં નવરાત્રીથી લાભ પાંચમ સુધી વિવિધ ગામોમાં સેવાકીય પ્રવૃત્તિ માટે ઐતિહાસિક નાટકો ભજવવાની પ્રેરણાદાયી પરંપરા ચાલી રહી છે. ત્યારે મોરબીના શિવનગરમાં ધનતેરસ નિમિતે યોજાયેલા નાટકના કાર્યક્રમમાં પ્રથમ ગ્રામજનો દ્વારા સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરીને નાટકની શરૂઆત કરી હતી. શિવનગરમાં ધનતેરસના દિવસે યોજાયેલા નાટકના કાર્યક્રમમાં રાખેંગાર યાને સતી રાણકદેવી તેમજ કોમિક માલી મતવાલી પાત્ર ભજવાયુ હતું. જોકે નાટક પૂર્વે સમગ્ર ગ્રામજનોએ રાષ્ટ્રીય ગીતનું સામુહિક ગાન કરી રાષ્ટ્રીય ભક્તિની ભાવના ઉજાગર કરતા અનોખો દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.