મોરબી વૈદ્ય સભાના પ્રમુખનો આ સેવા યજ્ઞ 31 માર્ચ સુધી ચાલશે મોરબી : મોરબી વૈદ્ય સભા તરફથી શનાળારોડ તથા વજેપર સ્થિત દવાખાને 31 માર્ચ સુધી નિઃશુલ્ક દવા વિતરણ તેમજ ઇન્જેક્શન આપવામાં આવશે. આ માટે સવારે 09થી બપોરે 12 કલાક તેમજ બપોરે 03થી રાત્રે 08 વાગ્યા સુધી દવાખાનું ચાલુ રહેશે. દર્દીઓને આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવા વૈદ્ય સભાના પ્રમુખ ડૉ. બી.કે.લહેરુ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.