મોરબી : મોરબી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભની ખો-ખો સ્પર્ધામાં રેફરીએ એક તરફી નિર્ણય આપ્યો હોવાના દાવા સાથે ડુંગરપુર પ્રાથમિક શાળાએ જિલ્લા કન્વીનરને લેખિત રજૂઆત કરી છે અને હવે પછીની ઇવેન્ટ અન્ય રેફરી દ્વારા રમાડવા અંગે જણાવ્યું છે. ડુંગરપુર પ્રાથમિક શાળાએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ડુંગરપુર પ્રાથમિક શાળા અને ડી.એલ. એસ. એસ. સ્કૂલ વચ્ચે અંડર 14 કન્યા ખો-ખો સેમિફાઇનલમાં રેફરીએ એક તરફી નિર્ણય આપેલ છે. રેફરી દ્વારા DLSS સ્કૂલ તરફી નિર્ણય આપવામાં આવ્યો હતો. મેચ દરમિયાન વારંવાર જણાવવા છતાં તેમજ અન્ય ટીમના કોચ દ્વારા પણ જણાવવામાં આવેલ છતાં યોગ્ય નિર્ણય ન આપતા આઉટ ખેલાડીને આઉટ આપેલ ન હતો. જેથી હવે પછીની ઇવેન્ટમાં અન્ય રેફરી દ્વારા આગળની મેચ રમાડવા બાબતે ડુંગરપુર પ્રાથમિક શાળાએ મોરબી જિલ્લા કન્વીનરને આ અંગેની વાંધા અરજી લઈ પહોંચ પરત આપવા લેખિત રજૂઆત કરી છે. આ અંગે જિલ્લા કન્વીનરે મોરબી અપડેટ સાથેની વાતચીતના જણાવ્યું હતું કે, આવો કોઈ જ વિવાદ થયો નથી. રેફરીનો નિર્ણય યોગ્ય જ હોવાનું જણાવ્યું છે.