મોરબી : મોરબીના ભળીયાદ રોડ ઉપર આવેલ મિલેનિયમ કારખાનાના માટી ખાતાના શેડમાં ડમ્પર ગાંડુ થતા બીમ કોલમ સાથે અથડાયું હતું જેને પગલે શેડની દીવાલો તૂટી પડતા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભળીયાદ ગામની સીમમાં આવેલ મિલેનિયમ કારખાનાના માટી ખાતામા જીજે - 12 - બીવી - 6127 નંબરના ડમ્પર ચાલક પ્રવીણભાઈ ભીખુભાઇ બળદા રહે. સોખડા વાળા એ પુરઝડપે બેફિકરાઈથી ડમ્પર ચલાવી બીમ કોલમ સાથે અથડાવતા કારખાનાના શેડને નુકશાન પહોંચ્યું હતું. ઘટના અંગે કારખાનાના સંચાલક કમલેશ અમુલકભાઈ ગુડલીયાએ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.