મોરબી : ભરતનગરની બાજુમાં માળિયા હાઇવે પાસે બપોરે 12:45 વાગ્યે એક ડમ્પરમાં અચાનક આગ લાગી હતી. આગના બનાવની જાણ થતાં જ મોરબી ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરીને ડમ્પરમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને આગ સમયસર કાબુમાં આવતા મોટી નુકસાની અટકી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratNews #FireIncident #MaliyaHighway #MorbiFireDepartment #AccidentNews