મોરબી : જુના રફાળેશ્વર રોડ ઉપર તળાવની બાજુમાં એક ડમ્પર પલ્ટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. ઓવરટેક કરતી વેળાએ આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.