ડમ્પરનું પાછળનું પાટિયું ખુલી જતા પથ્થરોનો વરસાદ, સદનશીબે પાછળથી આવતા વાહનોમાં નુકસાન ન થયું : પથ્થરો નહિ હટે તો ટુ-વ્હિલરમાં અકસ્માત સર્જાવાની ભીતિમોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર અત્યારે રાત્રે એક ડમ્પર પુરઝડપે દોડી રહ્યું હતું અને પાછળથી મસમોટા પથ્થરોનો વરસાદ કરતું ગયું છે. જેને પગલે હાલ આ રોડ ઉપર ટુ-વ્હીલર માટે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર ઇન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ નજીક જીજે 36 વી 3011 નંબરનું ડમ્પર અત્યારે રાત્રીના સમયમાં પુરપાટ જઈ રહ્યું હતું અને ખાડાના કારણે પાછળથી તેનું પાટિયું ખુલ્લું થઈ ગયું હોય, મોટા પથ્થરો વેરાતા જઇ રહ્યા હતા. જો કે જાગૃત નાગરિક પારસભાઈ શાહે આ ડમ્પરને અટકાવ્યું હતું અને તેને આ અંગે જાણ પણ કરી હતી. બાદમાં ડ્રાઇવર પાસે લાયસન્સ માંગ્યું હતું પણ તેની પાસે હાજરમાં લાયસન્સ પણ ન હતું. આ બનાવમાં પાછળથી આવતા વાહનોને સદનશીબે કોઈ નુકસાન થયું નથી. પણ હાલ આ રોડ ઉપર અડધો કિમિ વિસ્તારમાં પથ્થરો વેરાયા હોય, અહીથી રાત્રીના સમયમાં પસાર થઈ રહેલા ટુ-વ્હીલર ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.