મોરબી : મોરબીમાં સામાકાઠે ડમ્પરે બાઈકને હડફેટે લેતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ આ મામલે બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હાઇવે ઉપર જુની કુબેર ટોકીઝ પાસે ગઇકાલે એક ડમ્પરે બાઈક લઈને જતા કૈલાસભાઇ ગોરધનભાઈ ચીકાણી ઉ.વ.42 રહે.પુષ્કર એપાર્ટમેન્ટ, રવાપર રોડવાળાને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાં મોરબી બી ડિવિઝન પીએસઆઈ આર.પી.જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહની પીએમ સહિતની કાર્યવાહી માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne