ગ્રામજનોએ ડમ્પર અટકાવી પોલીસ અને આરટીઓના અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યાવાંકાનેર : વાંકાનેરના મેસરિયા ગામે આજે એક ડમ્પરે બાઇક અને કારને હડફેટે લીધા હતા. આ વિસ્તારમાં ઓવરલોડ ભારે વાહનોનો ત્રાસ હોય ગ્રામજનોએ પોલીસ અને આરટીઓના અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વાંકાનેરના મેસરિયા, અદેપર, સતાપર, તરકિયા, વિનયગઢ, ગૂંદાખડા સહિતના ગામોમાં ઓવરલોડ ડમ્પરનો ભારે ત્રાસ છે. સિંગલ પટ્ટી રસ્તો હોવાથી અકસ્માતનું ભારે જોખમ છે. તેવામાં આજે એક ડમ્પરે કાર અને બાઇકને હડફેટે લીધું હતું. જેથી ગ્રામજનોએ ડમ્પર અટકાવ્યું હતું. બાદમાં પોલીસ અને આરટીઓ તંત્રને જાણ કરી અધિકારીઓને બોલાવ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યુ કે તંત્ર દ્વારા આ ડમ્પર સામે કોઈ કાર્યવાહી કરી નથી.