મોરબી: મોરબી-માળિયા હાઈવે પર ઓવરલોડ માટી ભરેલા ડમ્પરની બેદરકારી સામે આવી છે. ડમ્પરમાંથી સિરામિકની ભીની માટી રસ્તા પર ઢોળાઈ રહી હતી. જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડે છે ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે તે જીવલેણ સાબિત થઈ શકે છે.https://youtube.com/shorts/q2LfadDHeUw?si=0k69ipAn-TUQ8n1pરસ્તા પર જોખમી રીતે માટી ઢોળતા જોઈને ત્યાંથી પસાર થતા જાગૃત રાહદારીઓ અને વાહનચાલકોએ હિંમત દાખવી ડમ્પરને અટકાવ્યું હતું. સ્થાનિકોએ ડમ્પર ચાલકની આ ગંભીર બેદરકારી બદલ તેને બરાબરનો ઠપકો આપ્યો હતો. હાઈવે પર વારંવાર આવી રીતે ઓવરલોડ કે ખુલ્લા ડમ્પરમાંથી માટી-રેતી ઢોળાવાની ઘટનાઓ રોકવા લોકમાંગ ઉઠી છે.