મોરબી : મોરબીના પીપળી-જેતપર હાઇવે સીટી આર્ટ મોલની સામે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં એક જ પરિવારના ત્રણ સભ્યોને ઈજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જૂની પીપળી ગામે રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા હીરેનભાઇ ભરતભાઇ રાઠોડ પોતાના પુત્ર અને પુત્રીને લઈને બાઈક ઉપર જતા હતા ત્યારે પીપળી-જેતપર હાઇવે સીટી આર્ટ મોલની સામે ડમ્પર નંબર GJ-36-V-4009ના ચાલકે સાઈડમાંથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ટ્રક રેઢો મૂકી નાસી ગયો હતો. આ અકસ્માતમાં હીરેનભાઇ ભરતભાઇ રાઠોડ અને તેમના પુત્ર -પુત્રીને ઈજાઓ પહોંચતા ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.