મોરબી : મોરબીના જાંબુડિયા ગામે ડમ્પરે દીવાલને ઠોકર મારતા આ દીવાલ એક બાળકી ઉપર પડતા બાળકીનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામે આવેલ આશાપુરા કંપનીમાં દિવાન પાંગલા રાવત નામના શખ્સે ડમ્પર ચાલુ કરીને ઓરડીની દીવાલ સાથે ભટકાડ્યુ હતું. જેથી ઓરડીની દીવાલ પડી ગઈ હતી. આ વેળાએ ઓરડીમાં રમતી લલિતા વસુનિયા નામની બાળકી દીવાલ નીચે ચગદાઇ જતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.