પીજીવીસીએલનો ફોન જ બંધ હોવાથી લોકો ફરિયાદ કરે તો ક્યાં કરે ? વરસાદ વચ્ચે બે દિવસથી રાત્રે લાઈટ ગુલ થઈ જવાથી લોકો બફારામાં હેરાન થયા મોરબી : મોરબીના ગાળા ગામે છેલ્લા બે દિવસથી વીજ ધાંધીયાના કારણે ગામલોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે પીજીવીસીએલનો ફોન જ બંધ હોવાથી લોકો ફરિયાદ કરે તો ક્યાં કરે ? તેવો ગામલોકોએ વેધક સવાલ ઉઠાવ્યો હતો. જો કે વરસાદ વચ્ચે બે દિવસથી રાત્રે લાઈટ ગુલ થઈ જવાથી લોકો બફારામાં હેરાન થયા હતા. મોરબીના ગાળા ગામના લોકોની ફરિયાદ મુજબ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે ગામમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં છેલ્લા બે દિવસથી વીજળી ગુલ છે. સામાન્ય વરસાદ પડે કે તરતજ વીજળી ગુલ થઈ જાય છે. ફરી વીજળી ક્યારે આવે એ નક્કી જ નથી હોતું. આવી રીતે છેલ્લા બે દિવસથી રાત્રે વરસાદ શરૂ થતાની સાથે લાઈટ ગુલ થઈ જાય છે. બે દિવસથી આખી રાત ગામમાં ક્યાંય લાઈટ ન હતી. આથી ગામમાં વીજળી વેરણ બનતા અંધારપટ સર્જાયો હતો. અંધારપટને બબ્બે દિવસ આખી રાત લાઈટ વિના બફારામાં કાઢી હતી. તેમાંય પીજીવીસીએલ ફોન કરીએ તો ફોન સતત બંધ આવે છે. પીજીવીસીએલનો કંપ્લેન નંબર સતત બંધ આવતો હોય તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવી તંત્રના પાપે બે દિવસથી હેરાન થઈ રહ્યા હોય વીજ તંત્ર વહેલાસર વીજ ધાંધીયાના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..