એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ મળતા પોલીસે હાથ ધરી કાર્યવાહી મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં એક મિત્રએ જ તેના બે મિત્રના બાઇક સળગાવી દીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. બે મિત્રો ગરબી જોવા ગયા હોય મનદુઃખને કારણે તેને ત્રીજા મિત્રને ન કહ્યું હોય ઉશ્કેરાઈ જઈને ત્રીજા મિત્રએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના માધાપર વિસ્તારમાં કુલદીપ રમેશભાઈ ગામી રહે.વાવડી રોડ પર રવિ પાર્ક અને વિશાલ શેખાણીના બાઈકને તેના જ મિત્ર તૌફીક ઉર્ફે તોફ્લો કરીમભાઈ ખોખરએ ગઈકાલે રાતના સમયે પેટ્રોલ છાંટીને સળગાવી નાખ્યા હતા. જેથી કરીને કુલદીપ રમેશભાઈ ગામીએ તૌફીક ઉર્ફે તોફ્લો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તૌફીક ઉર્ફે તોફ્લોને ચિરાગ ગાંધી સાથે મનદુઃખ હતું.જેના કારણે કોઇપણ જગ્યાએ કુલદીપ, વિશાલ અને ચિરાગ જાય તો તે તૌફીકને સાથે લઈને જતા ન હતા. ગત રાતે તે લોકો ગરબી જોવા માટે ગયા હતા ત્યારે કુલદીપ તથા વિશાલનું બાઈક ત્યાં માધાપરમાં હનુમાનજીના મંદિર પાસે પાર્ક કરેલ હતું ત્યારે તૌફીકે કુલદીપનું બાઈક હીરો સ્પ્લેન્ડર પ્લસ GJ 36K 8386 અને વિશાલ શેખાણીનું બાઈક હીરો સ્પ્લેન્ડર GJ 03 DJ 5449 સળગાવી દીધા હતા. જેથી કુલ મળીને બે બાઈક સળગાવી નાખતા 30 હજારનું નુકશાન કર્યું હોવાની ફરિયાદ કુલદીપએ એ ડીવીઝન પોલીસ સ્ટેશને નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274