તા. 22મીએ તમામ આંગડીયા પેઢી બંધ રાખવાનો એસોસિએશનનો નિર્ણયમોરબી : આવતીકાલે તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય સમગ્ર ભારતભરમાં રામમય માહોલ બની ગયો છે ત્યારે આવતીકાલે મોરબીની તમામ આંગડીયા પેઢીઓ બંધ રાખવા એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.મોરબી આંગડિયા એસોસિએશન પ્રમુખ અમિતભાઇ રબારીએ જણાવ્યું હતું કે, રામજન્મભૂમિ અયોધ્યા ખાતે આવતીકાલે પ્રભુ શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય શહેર જિલ્લામાં તમામ આંગડિયા પેઢીઓ આ ખુશીના અવસરે પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ ખુશીના અવસરમાં સહભાગી બનશે. નોંધનીય છે કે, આવતીકાલે સરકાર દ્વારા પણ સરકારી કર્મચારીઓને અડધા દિવસની રજા આપવામાં આવી છે અને શાળાના વિદ્યાર્થીઓ માટે પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે સાથે જ આંગડિયા પેઢીઓ પણ સ્વૈચ્છીક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખનાર છે.