ગુરૂદેવ હોટલ- વેલનાથપરા ફાટક- નેશનલ હાઈવે - ખોડીયાર માતાજીના મંદિર વાળો રૂટ વૈકલ્પિક માર્ગ તરીકે જાહેરમોરબી અપડેટ: મોરબી તાલુકાના જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર ગામ ખાતે આવેલ મહાદેવ મંદિરના પાછળના ભાગે, પંચાયતના ગ્રાઉન્ડમાં તા.10થી 11 દરમિયાન 2 દિવસ માટે ધાર્મિક પૌરાણિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા દરમિયાન ટ્રાફિક સમસ્યાના નિવારણ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા માટે પોલીસ અધિક્ષક તરફથી મળેલી દરખાસ્તના આધારે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1)બી અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.ભારે વાહનો પર પ્રતિબંધજાહેરનામા અનુસાર, તારીખ 10/09/2026ના રોજ સાંજે 17:00 કલાકથી તારીખ 11/09/2026ના રોજ રાત્રિના 24:00 કલાક સુધી રફાળેશ્વર ચોકડીથી જોધપર ગામ તરફ જતા રસ્તા પર ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટરફાળેશ્વર, જોધપર તથા લીલાપર રોડ તરફ આવતા-જતા વાહનો ગુરૂદેવ હોટલથી વેલનાથપરા ફાટક થઈ નેશનલ હાઈવે ખોડીયાર માતાજીના મંદિર પાસેથી બંને તરફ અવરજવર કરી શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.#Morbi #RafaleshwarMela #MorbiTraffic #MorbiNews #MorbiUpdate #TrafficNotification #GujaratPolice