ભાજપ અગ્રણીએ પુલને પહોળા કરવા ધારાસભ્યને રજુઆત કરીમોરબી : મોરબીના ગાળા ગામે પુલ સાંકડો હોવાથી વાહન ચાલકોને આવરજબ કરવામાં ભારે મુશ્કેલી પડે છે. આથી ભાજપ અગ્રણીએ પુલને પહોળા કરવા ધારાસભ્યને રજુઆત કરી છે.મોરબી જિલ્લા ભાજપના ઉધોગ સેલના સદસ્ય દીપકભાઈ અંદરપાએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજુઆત કરી હતી કે, મોરબીના ગાળા ગામના પાટિયા પાસે આવેલ પુલ ખૂબ જ સાંકડો છે. પુલ સાંકડો હોય અને વાહન વ્યવહારની અવરજવર વધુ હોય વાહન ચાલકોને આ સાંકડા પુલ ઉપર અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે અને અકસ્માતનું પણ જોખમ રહે છે. આથી આ પુલને પહોળો કરવાની માંગ કરી છે.