મોરબી : આગામી તારીખ 7 સપ્ટેમ્બર ને રવિવારના રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી શક્ત શનાળા સ્થિત શ્રી શક્તિ માતાજીના મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી 7 સપ્ટેમ્બરે દર્શનનો સમય સવારે 6 વાગ્યાથી બપોરે 1-30 વાગ્યા સુધીનો રહેશે. ત્યારબાદ માતાજીના નીજમંદિરના દ્વાર બંધ થઈ જશે જે બીજા દિવસે 8 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યે ખુલશે. જ્યારે મહાપ્રસાદનો સમય સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીનો રહેશે. જેથી સર્વે દર્શનાર્થીઓને નોંધ લેવા જણાવાયું છે.