વાંકાનેર : આજે તારીખ 28 સપ્ટેમ્બરથી આગામી તારીખ 4 ઓક્ટોબર સુધી વરસાદની આગાહીના પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતભાઈઓ તથા વાહનમાલિકોને પ્લાસ્ટિક અને તાડપત્રી ઢાંકીને માલ લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ માલની ઉતરાઈ શેડમાં જગ્યા હશે ત્યાં સુધી જ કરવા દેવામાં આવશે, જો શેડમાં જગ્યા ન હોય પણ વાહન રાખવાનું રહેશે અને શેડમાં જે માલ પડ્યો છે તેની ગોડાઉનમાં વ્યવસ્થા કરી લેવા જાણ કરવામાં આવી છે.