મોરબી : ગાળા ગામના તલાટી મંત્રીની સમજૂતીના કારણે મજૂર પરિવારે વતન જવાનું માંડી વાળ્યું હતું. આ પરિવાર મોભીનું અવસાન થવાથી વતન જવાનું ઈચ્છતો હતો. પરંતુ તેઓને હાલ લોકડાઉનના કારણે જઈ શકાય તેમ ન હોવાથી સમજાવીને રોકવામાં આવ્યા છે. ગાળા ગામમાં ઉપસરપંચના ખેતરમાં મજુર બાબુભાઇનો પરિવાર છેલ્લા પાંચ વર્ષથી રહે છે. બાબુભાઇ હોળીના તહેવાર નિમિત્તે વતન મધ્યપ્રદેશ ગયા હતા. ચાર દિવસ પહેલા તેઓનું અવસાન થયું હતું. આથી, મૃતકની પત્ની, સંતાનો, પિતા, ભાઈ-બહેન સહિતનો પરિવાર વતન જવાની તૈયારી કરી રહ્યો હતો. આ વાતની જાણ થતા તલાટી મંત્રીએ તેઓને લોકડાઉનના કારણે વતન ના જવા સમજાવ્યા હતા. તેમજ 3જી મે એ લોકડાઉન પૂરું થાય એટલે વતન જવા દેવામાં આવશે, તેમ આશ્વાશન આપી મનાવ્યા હતા. આમ, ગાળાના તલાટી મંત્રીની સમજૂતીના કારણે આ પ્રશ્ન સહજતાથી ઉકેલાયો હતો.