ઓનલાઇન તથા ઓફલાઇન બન્ને કામગીરી બંધ રહેશે મોરબી : મોરબીમાં સાઇટ મેઈન્ટેનન્સના કારણે વાહનોના ઇ ચલણ ભરી શકાશે નહીં. જેમાં ઓનલાઇન તથા ઓફલાઇન બન્ને કામગીરી બંધ રહેવાની હોય મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને નોંધ લેવા જણાવ્યું છે. મોરબી જિલ્લામાં સીસીટીવી કેમેરા વડે ટ્રાફિક નિયમોનું ભંગ કરનાર વાહનોને ઇ ચલણ મોકલવામાં આવી રહ્યા છે. જેનો દંડ વાહનધારકો ઓનલાઇન કે ઓફલાઈન બન્ને રીતે ભરી શકે છે. આવતીકાલે શુક્રવારે અને શનિવારે બે દિવસ સાઇટ મેઈન્ટેનન્સની કામગીરી કરવાની થતી હોય આ બે દિવસ ઓનલાઇન કે ઓફલાઇન ઇ ચલણ ભરી શકાશે નહીં. ત્યારબાદ રવિવારથી આ કામગીરી રાબેતા મુજબ શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે ઇ ચલણ ઓફલાઇન ભરવાની કામગીરી ટ્રાફિક શાખા, પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા સેવા સદન કેમ્પસ, સો ઓરડી સામે, મોરબી-2 ખાતે થાય છે. જેમાં ઇ ચલણ અને લાયસન્સ સાથે રાખવું ફરજીયાત છે. ઓનલાઇન ઇ ચલણ www.echallanpayment.gujarat.gov.in વેબસાઈટ ઉપર જઈને ભરી શકાય છે.