વાંકાનેર : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- વાંકાનેર દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે કે, વરસાદી વાતાવરણના કારણે આજે તારીખ 10 ઓક્ટોબર ને ગુરુવારથી કપાસની ઉતરાય બંધ કરવામાં આવી છે. શેડમાં જગ્યા ન હોવાથી હાલ કપાસની ઉતરાઈ બંધ કરવામાં આવી છે. જો ખેડૂતભાઈઓ કપાસ ખુલ્લામાં ઉતારશે તો તેમની જવાબદારી રહેશે. જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી વાંકાનેર યાર્ડમાં કપાસ લાવવો નહીં તેમ ખેડૂતભાઈઓ, દલાલભાઈઓ, વેપારીભાઈઓ અને વાહન માલીકભાઈઓને જાણ કરવામાં આવી છે.