મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ડેમના ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે જેને કારણે એક દરવાજો ખોલવામાં આવ્યો છે. મોરબી જીલ્લામાં ગઈકાલે વરસાદી વાતાવરણ જામ્યું હતું. જેને પગલે અનેક ડેમોમાં નવા નિરની આવક નોંધાઈ છે. ડેમ અધિકારીના જણાવ્યા અનુસાર મચ્છુ-2 ડેમમાં અગાઉ 106 ક્યુસેક પાણીની આવક હતી. એટલે એક દરવાજો માત્ર 2 ઈંચ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. પણ વરસાદને કારણે પાણીની આવક 1295 ક્યુસેક થતા એક દરવાજો બે ફુટ ખોલવામાં આવ્યો છે.