મોરબી : મોરબી બ્રહ્મા કુમારી સંસ્થા દ્વારા આગામી તા. 21 સપ્ટેમ્બરના આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર બી. કે. શિવાની દીદીના કાર્યક્રમનું પટેલ સમાજની વાડી, રાજપર ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદને કારણે સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 21ના આ કાર્યક્રમ શનાળા થી રાજપર ગામ વચ્ચે રાજપર રોડ પર આવેલા ફેશન સિરામીક ખાતે યોજાશે.જેની મોરબીના દરેક ભાઈઓ-બહેનોએ નોંધ લેવા બ્રહ્મા કુમારી સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે.