રાજકોટ : મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાં ભૂસ્ખલનને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. મુસાફરોની સુરક્ષા અને રેલ સંચાલનને સુચારુ રાખવાના હેતુથી કેટલીક લાંબા અંતરની ટ્રેનોનું સંચાલન કામચલાઉ ધોરણે ડાયવર્ટ કરેલા માર્ગ પરથી કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું કે, આ ઓપરેશનલ ફેરફાર હેઠળ રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.ડાયવર્ટ કરેલા માર્ગ પરથી દોડનારી મુખ્ય ટ્રેનો1. ટ્રેન નંબર 16613 રાજકોટ–કોઈમ્બતૂર એક્સપ્રેસ (19 જુલાઈ 2026)2. ટ્રેન નંબર 22717 રાજકોટ–સિકંદરાબાદ એક્સપ્રેસ (20, 22 અને 23 જુલાઈ 2026)3. ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ–રાજકોટ એક્સપ્રેસ (18, 20 અને 21 જુલાઈ 2026)4. ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસ (22 જુલાઈ 2026)5. ટ્રેન નંબર 20968 પોરબંદર–સિકંદરાબાદ એક્સપ્રેસ (21 જુલાઈ 2026)આ ટ્રેનોનું સંચાલન નિયત રૂટના બદલે દૌંડ–મનમાડ–જલગાંવ–પાલધી–સુરત અથવા રેલવે દ્વારા નિર્ધારિત અન્ય વૈકલ્પિક માર્ગ પરથી કરવામાં આવશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રેક સંરચના (કોચની વિગત) સંબંધી વિસ્તૃત માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.