ટંકારા : ભારે વરસાદને પગલે ટંકારાના નાના ખિજડીયા ગામમાં આવેલ વોકળાનું પાણી રસ્તા પર આવી ગયું હતું. આથી, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે ધુનડા, મેધપર, વાઘગઢ, ગજડી સહિતના ગામડા બે કલાક સુધી સંપર્ક વિહોણા બન્યા હતા. તેમજ અપડાઉન કરતા વેપારી-ઉધોગપતિઓ નાના ખીજડીયાના સામા કાંઠે ફસાઈ ગયા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે વારંવાર ટિ.ડી.ઓ., મામલતદાર, પ્રાંત સહિતના વહીવટી તંત્રને પુલ ઉંચો લેવા રજૂઆત કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ ના આવ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.