૨૩ ઓગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર સુધી પોરબંદર-કાનાલુસ અને કાનાલુસ-પોરબંદર વચ્ચે ચાલતી લોકલ ટ્રેનો આંશિક રદ મોરબી : રાજકોટ રેલવે ડિવિઝનના લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલિંગ કામગીરીના કારણે, ૨૩ ઓગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી પોરબંદર-કાનાલુસ અને કાનાલુસ-પોરબંદર વચ્ચે ચાલતી લોકલ ટ્રેનો આંશિક રીતે રદ્દ રહેશે.જે મુજબ ટ્રેન નં. ૫૯૨૦૬ પોરબંદર-કાનાલુસ લોકલ ૨૩ ઓગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર સુધી ગોપ જામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેમજ ટ્રેન નં. ૫૯૨૦૫ કાનાલુસ-પોરબંદર લોકલ આ જ સમયગાળા દરમિયાન કાનાલુસ-ગોપ જામ વચ્ચે રદ્દ રહેશે.રેલવે તંત્ર દ્વારા આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા અનુરોધ કરાયો છે. તેમજ અને અપડેટ્સ માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી માહિતી મેળવવી.