મોરબી : મોરબીના ભડીયાદ ખાતે આવેલી ગૌશાળાના નિભાવ લાભાર્થે આગામી તારીખ 14 ઓક્ટોબરના રોજ નાટક-કોમિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ભડીયાદ ગૌશાળાના નિભાવ લાભાર્થે ભંડોળ એકત્ર કરવા માટે ભડીયાદ ગૌશાળા સ્વયંસેવક કલાકાર મંડળના સહકારથી પ્રેરણાત્મક નાટક અમરસિંહ રાઠોડ યાને કે સતી સોનલ દે રજુ કરવામાં આવશે. સાથે જ મનોરંજનના રસથાળમાં કોમિક પણ રજુ કરવામાં આવશે. તો 14 ઓક્ટોબર ને શનિવારે રાત્રે 9-30 કલાકે ભડીયાદ ગરબીચોક ખાતે ઉપસ્થિત રહેવા સૌને આમંત્રણ પાઠવાયું છે.