મોરબી : ભારતીય ટપાલ વિભાગ દ્વારા મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસે તારીખ 5થી 9માર્ચ સુધી રોજ સવારે 9 વાગ્યાથી બપોરના 3 સુધી આકસ્મિક વળતર વીમા યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કિશાન સન્માન નિધિ એકાઉન્ટ તથા નાના વેપારી માટે ક્યુ આર કોડ ધરાવતા મર્ચન્ટ એકાઉન્ટ ખોલવા માટે ખાસ કેમ્પનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં આકસ્મિક વળતર વીમા યોજના અંતર્ગત રૂપિયા 320, 355 અને 399 વાર્ષિક પ્રીમિયમમાં પાંચ લાખનો અકસ્માત વીમો, રૂપિયા 520થી 699 સુધીના વાર્ષિક પ્રીમિયમમાં 10 લાખનો અકસ્માત વીમો, રૂપિયા 755થી 799 સુધીના વાર્ષિક પ્રીમિયમમાં 15 લાખનો અકસ્માત વીમો ગ્રાહકોને આપવામાં આવશે. ખેડૂતો માટે કિસાન સન્માન નિધિના ખાતાઓ તેમજ સગર્ભા મહિલાઓને મળતી સહાય માટે માતૃવંદના યોજનાના ખાતાઓ અને નાના દુકાનદારો માટે પેમેન્ટ QR ધરાવતા મરચન્ટ ખાતા ખોલવામાં આવશે. તો આ સુંદર આયોજનનો લાભ લેવા મોરબી શહેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ મોરબીની તમામ ગામડાની પોસ્ટ ઓફિસ ખાતેથી પણ આ સુવિધાનો લાભ મેળવી શકાશે.