ટંકારા : મધ્યાહન ભોજન યોજના (Midday Meal Scheme) ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે, જેનો મુખ્ય હેતુ શાળામાં અભ્યાસ કરતા બાળકોને પોષણયુક્ત, મફત અને ગરમ ભોજન પૂરૂ પાડવાનો છે. આ યોજના દેશભરમાં સરકારી અને સરકારી સહાયિત શાળાઓ, સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત પ્રાથમિક તથા ઉચ્ચ પ્રાથમિક વર્ગના બાળકો માટે અમલમાં છે. ત્યારે બાળકોને પુરતુ પોષણ મળી રહે તે હેતુથી હમીરપર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક દ્વારા સરકાર દ્વારા જે મેનું મુજબ જે નાસ્તો આપવામાં આવે તેમાં નવતર પ્રયોગ કરી દરેક બાળકોને પુરતુ પોષણ મળી રહે તે માટે નાસ્તામાં સૂકોમેવો (કાજુ, બદામ, કિસમિસ ) આપવામાં આવ્યા હતો. દરેક બાળકે નાસ્તાનો સંપૂર્ણ લાભ લીધો.