ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના ધ્રુવનગર નજીક સ્વીફ્ટ કાર નંબર GJ-36-AL-3047ના ચાલક જાવેદ ઈસ્માઇલભાઇ સૈચા ઉ.32, રહે.રણછોડનગર ,સાઇ બાબાના મંદિર પાસે, મોરબી વાળાએ નશાની હાલતમાં લાયસન્સ વગર કાર ચલાવી તા.24ના રોજ વહેલી સવારના સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામા આગળ જતાં આઇસર પાછળ પોતાની કાર અથડાવી અકસ્માત સર્જી ઝઘડો કર્યો હતો.બનાવની જાણ થતાં પોલીસે સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.