ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાનો માહોલ : ખેડૂતોને પણ નુકસાનની ભીતિમોરબી : મોરબીમાં ગત સાંજથી રાત સુધી વરસાદી માહોલ સર્જાયા બાદ આજે ફરી રાત્રે ઝરમર વરસાદ શરૂ થયો છે. જેને પગલે ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મોરબીમાં ગત રોજ સાતમા નોરતે સાંજથી જ મેઘરાજાએ પડાવ નાખ્યો હતો. જેને પગલે મોટાભાગના નવરાત્રી આયોજનો બંધ રહ્યા હતા. આજે તમામ નવરાત્રી મહોત્સવ શરૂ તો થઈ ગયા છે. પણ રાત્રે 10 વાગ્યે મેઘરાજાએ ઝરમર વરસવાનું શરૂ કરી દીધું છે. જેથી ખેલૈયાઓ અને આયોજકો પણ મુંઝાયા છે. ઉલ્લેખનીય છે કે અત્યારનો આ વરસાદ ખેડૂતોને પણ મોટું નુકસાન કરે તેવી ભીતિ સેવાઈ રહી છે. એટલે હાલ તો સૌ કોઈ વરૂણ દેવને થોભવાની પ્રાર્થના કરી રહ્યા છે.