ગાઢ ધુમ્મસ છવાતા 50 મીટર દૂર સુધી જોવું મુશ્કેલ બન્યું મોરબી : મોરબીમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જવાની સાથે ઝાંકળ વર્ષા થતા વહેલી સવારે નીકળતા વાહનચાલકોને મુશ્કેલી અનુભવવી પડી હતી. શિયાળો ધીમે ધીમે કલર પકડી રહ્યો છે ત્યારે આજે મોરબી જિલ્લામાં પ્રથમ વખત જ ગાઢ ધુમ્મસ છવાઈ જવાની સાથે સાથે ઝાંકળ વર્ષા પણ થવા પામી હતી. ગાઢ ધુમ્મસ અને ઝાંકળ વર્ષાને કારણે 50 મીટર દૂર સુધી જોવું પણ મુશ્કેલ બનતા આજે વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળતા લોકો તેમજ નેશનલ હાઇવે અને રાજકોટ - મોરબી હાઇવે ઉપર પસાર થતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જો કે ધુમ્મસ અને ઝાંકળ વર્ષાને કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું અને લોકોએ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..