મોરબી સીરામીક ઉદ્યોગને વધુ એક ડામ : ગૃહિણીઓને પણ લાગશે ઝટકો મોરબી : કાળઝાળ મોંઘવારીમાં ફરી એકવાર આકરો ઝટકો લાગવાનો છે. સીએનજી અને પાઇપલાઇનના રસોઇ ગેસના ભાવમાં આગામી મહિને ૧૦-૧૧ ટકાનો વધારો થઇ શકે છે.પરિણામે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે સીએનજી ઉપર ગાડી ચલાવવી પણ મોંઘી પડશે. તાજેતરમાં જ સીએનજી ગેસના ભાવમાં વધારો થયો છે ત્યારે આગામી માસથી ફરી એક વખત 10થી 12 ટકા જેટલો ભાવવધારો આવી રહ્યો હોવાથી વધારાથી ગાડી ચલાવવી અને ભોજન બનાવવું મોંઘુ બનશે. એટલે કે લગભગ ફરી જનતાને બમણો માર પડવાનો છે. જોકે નવી ડોમેસ્ટિક ગેસ પોલિસી ૨૦૧૪ હેઠળ દર છ મહિનામાં નેચરલ ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે. તેના અનુસાર હવે આગામી સમીક્ષા ૧ ઓકટોબરના રોજ થશે. ઓકટોબર બાદ એપ્રિલ ૨૦૨૨ માં ગેસના નવા ભાવ નક્કી થશે. આઇસીઆઇસીઆઇ સિકયોરિટીના રિપોર્ટ અનુસાર સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂટર્સ સીજીડીને ઓકટોબરમાં ભાવમાં ૧૦-૧૧ ટકાનો વધારો કરવો પડશે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ચલણના અનુસાર એપ્રિલ ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૨ માં એપીએમ ગેસના ભાવ ૫.૯૩ અમેરિકી ડોલર પ્રતિ એમએમબીટિયું અને ઓકટોબર ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ દરમિયાન ૭.૬૫ અમેરિકી ડોલર પ્રતિ એમએમબીટિયું થવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.એપ્રિલ ૨૦૨૨ માં સીએનજી અને પાઇપલાઈન પ્રાકૃતિક ગેસ એટલે કે પીએનજીના ભાવમાં ૨૨-૨૩ ટકા અને ઓકટોબર ૨૦૨૨ માં ૧૧-૧૨ ટકાનો વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,મોરબીનો સીરામીક ઉદ્યોગ પાઈપલાઈન નેચરલ ગેસ ઉપર આધારિત છે ત્યારે તાજેતરમાં જ આવેલા ભાવવધારા બાદ વધુ એક ભાવ વધારો તોળાઈ રહ્યો હોવાથી આગામી દિવસોમાં સીરામીક ઉદ્યોગની મુશ્કેલી વધવાના સંકેતો મળી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..