મોરબી : વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવ્યા મુજબ ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી. સહિતના દસ્તાવેજોની વેલીડીટી તા. ૩૧ ઓકટોબર-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની એડવાઇઝરી મુજબ તા. ૦૧/૦૨/૨૦૨૦ મુદત વીતી ગયેલા ( Expired ) દસ્તાવેજો તા.૩૧/૧૦/૨૦૨૧ સુધી એન્ફોર્સમેન્ટ પૂરતા માન્ય રાખવા જણાવવામાં આવ્યુ છે. એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન એન્ફોર્સમેન્ટઅધિકારી - કર્મચારીઓએ આ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..