ટ્રાફિક નિયમો તોડનારને રૂપિયા 1,72, 400નો દંડ ફટકાર્યો મોરબી : મોરબી જિલ્લામાં હાઇવે પર રોંગ સાઈડ ચાલતા વાહન ચાલકો વિરુદ્ધ મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઈવ યોજીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તારીખ 2 જાન્યુઆરી અને 3 જાન્યુઆરીના રોજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આ સરપ્રાઈઝ વાહન ચેકીંગ ડ્રાઈવમાં 1028 વાહનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ફોરવ્હીલરમાં બ્લેક ફિલ્મ લગાડેલ કુલ 17 વાહન ચાલકો સામે સમાધાન શુલ્ક કેસ કરવામાં આવ્યા છે. નંબર પ્લેટ વગરના તથા ફેન્સી તૂટેલી નંબર પ્લેટના કુલ 57 કેસ કરવામાં આવ્યા છે. જ્યારે રોંગ સાઈડ અને વધુ ગતિથી વાહન ચલાવતા કુલ 26 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અડચણરૂપ પાર્ક કરેલ કુલ 11 વાહન ચાલકો વિરુદ્ધ ગુના રજીસ્ટર કર્યા છે. સાથે જ નશો કરીને વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કુલ બે ગુના દાખલ કરાયા છે. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન કુલ 1,72,400 દંડ વસૂલ કરવામાં આવ્યો છે.