વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા નજીક આવેલ પદ્માવતી ટ્રાન્સપોર્ટમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની ટ્રક ચાલક વિજેન્દ્રસિંહ જ્ઞાનસિંહ રાજપૂત ઉ.32 ગઈકાલે બપોરના સમયે માટેલ નજીક આવેલ બોન્જા સિરામિક ફેકટરીમાં ટ્રક ખાલી કરવા ગયા હતા ત્યારે પાર્કિંગના ટ્રકમાં જ હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.